Posts

Showing posts from April, 2018

india map based questions in gujarati part-1

Image
નીચે આપેલા પ્રશ્ન વાચો ત્યારે ભારતનો નકશો સાથે રાખો. ભારતનો નકશો જોવા માટે અહી ક્લિક કરો.                                                             Photo by  Kyle Glenn  on  Unsplash (1)ભારતની સીમા કેટલા દેશને સ્પર્શે છે? પાકિસ્તાન(3323)k.m અફઘાનિસ્તાન(106)  ચીન(3488) નેપાળ(1751) ભૂતાન(699) બાંગ્લાદેશ(4096) સૌંથી વધુ મ્યાનમાર(1643) (2) ભારતના ક્યાં રાજ્યની સીમા સૌંથી વધુ રાજ્યને સ્પર્શે છે.   ANS .ઉતર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ છતીસગઢ ઝારખંડ       +       દિલ્હી (3) નર્મદા નદી ક્યાં રાજ્યમાંથી નીકળે છે? ANS. મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર અને ગુજરાત (4) બાંગ્લાદેશને ભારતના ક્યાં ક્યાં રાજ્યોની સીમા સ્પર્શે છે? પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ (5) નેપાળને ભારતના ક્યાં ક્યાં રાજ્યોની સીમા સ્પર્શે છે? ઉત્તરાખંડ ઉતર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ (6) કર્કવૃત્ત ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થાય છે? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ છતીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ ત્રિપુરા મિઝોરમ (7) વિસ્ત

how to type gujarati, hindi language in your leptop

Image
નમસ્કાર મિત્રો, આજે ગુજરાત સરકારની ધણી બધી પરીક્ષામાં કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપીંગ કરવા માટેની અલગથી પરીક્ષા લેવામાં આવતી હોય છે જેથી વિદ્યાર્થીઓં પહેલેથી જ આ માટેની પ્રેકટીસ કરતા હોય છે.આ માટે આપણા કોમ્પ્યુટર અથવા લેપટોપમાં ગુજરાતી ટાઈપીંગ માટે સોફ્ટવેર ઈંસ્ટોલ કરવો પડતો હોય છે. તો આજે આપણે આ આર્ટીકલમાં જોશું કે આ સોફ્ટવેર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય. સ્ટેપ ૧ :-  સૌં પ્રથમ તમારા બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરો. સ્ટેપ ૨ :- ત્યાર બાદ તેમાં google input tools લખો. સ્ટેપ ૩ :- ત્યારબાદ નીચે પ્રથમ નંબરે  google.co.in સાઈટ આવશે તેના પર કિલક કરો. સ્ટેપ ૪ : - તેમાં on window પર ક્લિક કરો. સ્ટેપ ૫ : - on window પર ક્લિક કરવાથી નીચે મુજબની સ્ક્રીન ખુલશે જેમાં જમણી બાજુ તમે તમારી ઈચ્છા અનુસાર ભાષા પસંદ કરી અને નીચે i agree બોક્સ પર ક્લિક કરી setup ડાઉનલોડ કરી શકશો. સ્ટેપ ૬ :- setup ડાઉનલોડ થયા પછી તેને જે જગ્યાએ સેવ કર્યો હોય ત્યાંથી install કરી લેવો.ઈંસ્ટોલ કર્યા પછી તમારી સ્ક્રીનમાં નીચે જમણી બાજુ તમે જે ભાષા પસંદ કરી હશે તેમાંથી કોઈ એક બતાવશે. સ્ટેપ ૭ : - ત્યાર બાદ તમે AL

વર્ગ,વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની ટુકી રીત

વર્ગ કરવા માટેની ટુકી રીત  (1)છેલ્લે  0  હોય તેવી સંખ્યાનો વર્ગ કરવા માટે શૂન્ય સિવાયની સંખ્યાનો વર્ગ કરી જેટલા શૂન્ય હોય તેના ડબલ કરી પાછળ લગાડવા. જેમ કે (50)²  માટે શૂન્ય સિવાયની સંખ્યા ૫ છે તેનો વર્ગ કરી પાછળ એક 0 હોવાથી તેના ડબલ બે કરીને મુકવા  5 × 5 = 25 અને પાછળ બે 0 મુકવાથી જવાબ મળી જશે. (50)² = 2500 તેવી જ રીતે (80)² = 8×8=64 અને પાછળ બે શૂન્ય  (80)²= 6400 (120)²= 12×12 અને પાછળ બે શૂન્ય            =  14400 (2) એકમનો અંક 5 આવતો હોય તેવી સંખ્યાનો વર્ગ કરવો 35નો વર્ગ કરવા માટે સૌ પ્રથમ 5 નો વર્ગ કરવો ત્યાર બાદ તેની આગળ રહેલી સંખ્યાને તેની પછીના ક્રમની સંખ્યા વડે ગુણવી અહી 5 પહેલાની સંખ્યા 3 છે અને 3 પછીના ક્રમમાં આવતી સંખ્યા 4 થાય એટલે 3 અને 4 નો ગુણાકાર કરી પાછળ 25 લગાડવા. (35)² = 3×4=12 અને  5× 5=25            = 1225 (75)² = 7× 8=56  અને 5× 5=25           =5625 (125)² = 12 ×13 =156  અને 5×5 =25           = 15625 (3) બધા અંક 1 આવતા હોય તેવી સંખ્યા જેટલા 1 હોય તેટલી સંખ્યા ચડતા ક્રમમાં લખી ફરી ત્યાંથી જ ઉતરતા ક્રમમાં લખવી જેમ કે 111

સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ

Image
સંસદ(parliament) :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ ઇતિહાસ (History) :- ભારતોય સંસદનો ઇતિહાસ જોઈએ તો તેના બાંધકામ ની શરૂઆત 19૨૧માં થઈ હતી અને ૧૯૨૭ તેનું બાંધકામ પૂર્ણ થયું હતું.ભારતીય સંસદની ડિઝાઈન વિદેશી કલાકાર   Edwin Lutyens  and  Herbert Baker  એ કરી હતી.સંસદનું ઉદ્ધાટન ૧૮ જાન્યુઆરી ૧૯૨૭ ના રોજ ત્યારના વાયસરોય લોર્ડ ઈરવીને કર્યું હતું. ભારતના બંધારણમાં અનુચ્છેદ ૭૯-૧૨૨ માં સંસદની રચના, સમય અવધી, અધિકારીઓ, પ્રક્રિયા, વિશેષાધિકારો અને સતા વગેરેનો ઉલ્લેખ કરેલો છે. ભારતીય સંસદ દ્રિગૃહી પ્રકાર ની છે તેમાં લોકસભા અને રાજ્યસભા એમ બે ગૃહો આવેલા હોય છે.લોકસભાને સામાન્ય રીતે નીચલુ  ગૃહ અને રાજ્ય સભાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે.આમ જોઈએ  તો સંસંદના ત્રણ અંગ છે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા.રાષ્ટ્રપતિ સંસદ ના કોઈ પણ  ગૃહનો સભ્ય હોતો નથી.લોકસભા સંપૂર્ણ રીતે ભારતના લોકોનું પ્રતિનિધિ કરે છે.જયારે રાજ્યસભામાં રાજ્યના અને કેન્દ્ર ના વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિ હોય છે. સૌં પ્રથમ આપણે લોકસભા અને રાજ્યસભાની રચના જોઈ લઈએ. લોકસભાની રચના(Structure of loksabha ):-   સભ્ય સંખ્યા:- ૫૫૨ =

changes of Mohammad Bin Salman Al Saud in Saudi Arabia in gujarati

Image
નમસ્કાર મિત્રો, થોડા સમયથી સાઉદી અરેબિયાના પ્રીન્સ  મોહમ્મદ બિન સલમાન વિશ્વના દેશોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ માટેનું કારણ તેને થોડા જ સમય માં કરેલા આર્થીક અને સામાજિક સુધારા છે.આગળ વધતા પહેલા આપણે સાઉદી અરેબિયા વિશે થોડું જાણી લઈએ. સાઉદી અરેબિયા સામ્રાજ્ય ૧૯૩૨માં ઈબ્ર સુદ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું.ત્યારથી અહી સુન્ની મુસ્લિમો વસવાટ કરે છે.સાઉદી અરેબિયામાં સુન્ની મુસ્લીમો દ્વારા રાજાશાહી પ્રકારનું શાસન ચલાવવામાં આવે છે.જે આજ સુધી ચાલુ જ છે.સાઉદી અરેબિયા પોતાની રૂઢીચુસ્તતા અને કડક કાયદાને કારણે પ્રખ્યાત છે.ઇસ્લામ ધર્મની પવિત્ર જગ્યા મક્કા અને મદીના પણ સાઉદી અરેબિયામાં જ આવેલી છે. સાઉદી અરેબિયા એ જ્યાર થઈ ક્રુડ ઓઈલના ઉધોગમાં જંપલાવ્યું છે ત્યારથી તે વિશ્વના દેશો માં ધનવાન દેશ તરીકે ખ્યાતી પામ્યો છે.પાછલા કેટલા વર્ષોથી સાઉદી અરેબિયા ધનિક દેશોમાં સૌથી મોખરે છે.ધનીક લોકો નો દેશ હોવા છતા ત્યાં સ્ત્રી અને પુરુષ વચ્ચે બહુ અસમાનતા જોવા મળે છે. સાઉદી અરેબિયા સાંપ્રદાયિક દેશ છે કારણ કે અહી માત્ર ઇસ્લામિક ધર્મને જ વધારે મહત્વ આપે છે. મુખ્ય ભાષા :- અરેબિક ખંડ :- એશિયા રાજધાની :-

National Park, Wildlife Sanctuary,Biosphere Reserve in gujarati

આજે ટેકનોલોજીનો યુગ છે.આજનો માનવી કુદરતી સંશાધનોને આઘુનિક ટેક્નોલોજી દ્વારા ઉપયોગ માં લેવા લાગ્યો છે.દિવસે-દિવસે વધતા જતા પ્રદુષણને કારણે કુદરતી સંશાધનોનો નાશ થવા લાગ્યો છે.જેની સાથે તેના પર નભતા પશુ-પક્ષીઓં પણ લુપ્ત થવા લાગ્યા છે.આથી કુદરતી સંશાધનોની જાળવણી માટે તમામ દેશની સરકાર પ્રયત્નો કરી રહી છે.ભારતમાં પણ ઘણાં બધા વર્ષોથી કુદરતી સંશાધનો ની જાળવણી માટેના પગલા લેવાય છે.આ માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉધાનો.વન્ય જીવ અભ્યારણ,સમુદ્રી સંરક્ષિત ક્ષેત્ર વગેરે જેવા સંરક્ષિતક્ષેત્રો બનાવવામાં આવ્યા છે.તો આજે આપણેે આ આર્ટીકલ માં જોશું કે આ સંરક્ષિત ક્ષેત્રો શું છે અને તે બધા વચ્ચેનો તફાવત શું છે...... (1)રાષ્ટીય ઉદ્યાન (National Park):-  રાજ્ય સરકાર દ્વારા વન્ય જીવ સંરક્ષણ કાયદો ૧૯૭૨ મુજબ રાષ્ટીય ઉદ્યાન બનાવવા માં આવે છે. અહી માનવીય પ્રવુતિ, શિકાર,પશુચારણ અને ખેતી વગેરે પર સંપૂર્ણ પ્રતીભંદ હોય છે. રાષ્ટ્રીય ઉધાનો ને IUCN ના નિયમ મુજબ શ્રેણી-૨ મુજબના સંરક્ષણ વિસ્તારો ગણવામાં આવે છે. હાલ ભારતમાં કુલ ૧૦૫ રાષ્ટીય ઉધાનો આવેલા છે. ગુજરાતમાં કુલ ૪ રાષ્ટીય ઉધાનો આવેલા છે. ગીર    કચ્છની

Scheduled Castes and Tribes (Prevention of Atrocities) Act 1989 in gujarati

નમસ્કાર મિત્રો, હાલ સમગ્ર દેશમાં SC અને  ST સમુદાય દ્વારા વિરોધ ચાલી રહ્યો છે.કારણ કે સુપ્રીમે કોર્ટે અનુસૂચિત જાતી અને અનુસુચિત જન જાતી અધિનિયમ ૧૯૮૯ માં સુધારા કર્યા છે.તો આજે આપણે આ આર્ટીકલ માં જોશું કે આ અધિનિયમ  શું છે અને સુપ્રીમ કોર્ટે તેમાં શું સુધારા કર્યા છે કે   SC અને  ST ના લોકો વિરોધ કરી રહ્યા છે. (૧) અધિનિયમ વિશેનો ઇતિહાસ (History of this act) ઇન્દિરા ગાંધી ના મૃત્યુ પછી રાજીવ ગાંધી ની સરકાર જંગી બહુમત મેળવી ને શાસનમાં આવી. ઇન્દીરા ગાંધી ની સરકાર સમયે પણ અનુસુચિત જાતી અને જનજાતિ સમુદાય ના વિકાસ માટે ઘણાં બધ પગલા  લેવામાં આવ્યા હતા આમ છતાં અનુસુચિત જાતી અને જનજાતિ ના લોકો નો વિકાસ થતો ન હતો અને તેના પર થતા અત્યાચારના કેસો માં વધારો જ થતો હતો. આથી રાજીવ ગાંધી ની સરકારે ૧૯૮૯ સંસદ માં નવો એકટ રજુ કર્યો જેને નામ આપ્યું અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ ) અધીનીયમ,૧૯૮૯ .સંસદ માંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ ની મંજુરી મળી.ત્યાર બાદ ૩૦ જાન્યુઆરી ૧૯૯૦ ના રોજ આ અધિનિયમ જમ્મુ કાશ્મીર ને છોડીને સમગ્ર દેશ માં લાગુ પાડવામાં આવ્યો.અપ્રિલ ૨૦૧૬ માં કેન્દ્ર સરકારે ત

how to scan document in mobile

Image
hello friends, now a days students do most of their work in mobile and internet.today mostly all exam form fill up through internet. commonly students fill up their form in cyber cafe because of they have not own scanner so today we learn how to scan document in mobile. (1) first of all you download camscanner app in your mobile. (2)  you have to create your account in this app.you can easily create your account by two way         1.if you create your account through your e-mail id after that camscanner app send verification link in your e-mail.you can click on that link and sign up your account. or          2.if you create your account through your mobile number you will get OTP in your mobile number and sign up your account. (3) after sign up you can open your account and you can see screen as below.in that screen you click button that give below right side on screen and scan your document. (4) after scanning a document you can edit document as you wish. (5)

how to scan document in mobile in gujarati

Image
નમસ્કાર મિત્રો, આજના વિદ્યાર્થીને મોટાભાગનું કામ ઈન્ટરનેટમાં જ થતું હોય છે.આજે લગભગ તમામ પરીક્ષાના ફોર્મઈન્ટરનેટદ્વારા જ ભરવામાં આવે છે.સામાન્ય રોતે વિદ્યાર્થી પોતાના ફોર્મ સાયબરકાફે માં જ ભરાવતા હોય છે કારણ કે વિદ્યાર્થી પાસે સ્કેનર ન હોવાને કારણે પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકતા નથી.આજે આપણે જોશું કે મોબાઇલ દ્વારા કઈ રીતે ડોક્યુમેન્ટ સ્કેન કરી શકાય. આ માટે સૌં પ્રથમ મોબાઇલ માં camscanner નામની એપ્લીકેશન ઈંસ્ટોલ કરો.ત્યાર પછી તેમાં તમારું એકાઉન્ટ બનાવો. તમે બે રીતે તમારું એકાઉન્ટ બનાવી શકશો. (૧) તમે તમારા ઈ મેલ દ્વારા એકાઉન્ટ બનાવશો તો તમારા ઈ મેલ માં એક વેરિફિકેશન માટે લીંક આવશે.તેના પર કલીક કરવાથી તમારું અકાઉન્ટ સાઈનઅપ થઇ જશે. (૨) જો તમે તમારા મોબાઇલ નંબર દ્વારા એકાઉન્ટ બનાવશો તો તમારા મોબાઇલ નંબર માં એક OTP આવશે જેના દ્વારા તમે એકાઉન્ટ બનાવી શકશો. સાઈનઅપ કર્યા પછી તમારા મોબાઇલમાં નીચે મુજબની સ્ક્રીન ખુલશે.જેમાં નીચે જમણી બાજુ રહેલા ગોળ બટન પર ક્લિક કરી તમે ડોક્યુમેન્ટ સ્કેન કરી શકશો. સ્કેન થયા પછી તમે તમારા ડોક્યુમેન્ટને જરુતીયાત મુજબ ગોઠવી એડિટ કરી