changes of Mohammad Bin Salman Al Saud in Saudi Arabia in gujarati

નમસ્કાર મિત્રો,

થોડા સમયથી સાઉદી અરેબિયાના પ્રીન્સ મોહમ્મદ બિન સલમાન વિશ્વના દેશોમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ માટેનું કારણ તેને થોડા જ સમય માં કરેલા આર્થીક અને સામાજિક સુધારા છે.આગળ વધતા પહેલા આપણે સાઉદી અરેબિયા વિશે થોડું જાણી લઈએ.
સાઉદી અરેબિયા સામ્રાજ્ય ૧૯૩૨માં ઈબ્ર સુદ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું.ત્યારથી અહી સુન્ની મુસ્લિમો વસવાટ કરે છે.સાઉદી અરેબિયામાં સુન્ની મુસ્લીમો દ્વારા રાજાશાહી પ્રકારનું શાસન ચલાવવામાં આવે છે.જે આજ સુધી ચાલુ જ છે.સાઉદી અરેબિયા પોતાની રૂઢીચુસ્તતા અને કડક કાયદાને કારણે પ્રખ્યાત છે.ઇસ્લામ ધર્મની પવિત્ર જગ્યા મક્કા અને મદીના પણ સાઉદી અરેબિયામાં જ આવેલી છે.

સાઉદી અરેબિયા એ જ્યાર થઈ ક્રુડ ઓઈલના ઉધોગમાં જંપલાવ્યું છે ત્યારથી તે વિશ્વના દેશો માં ધનવાન દેશ તરીકે ખ્યાતી પામ્યો છે.પાછલા કેટલા વર્ષોથી સાઉદી અરેબિયા ધનિક દેશોમાં સૌથી મોખરે છે.ધનીક લોકો નો દેશ હોવા છતા ત્યાં સ્ત્રી અને પુરુષ વચ્ચે બહુ અસમાનતા જોવા મળે છે. સાઉદી અરેબિયા સાંપ્રદાયિક દેશ છે કારણ કે અહી માત્ર ઇસ્લામિક ધર્મને જ વધારે મહત્વ આપે છે.
મુખ્ય ભાષા:- અરેબિક

ખંડ :- એશિયા
રાજધાની :- રિયાધ
ચલણી નાણું :- સાઉદી રીયાલ
સીમાને અડતા દેશો:- જોર્ડન ઈરાક કુવેત કતાર યુ.એ.ઈ. ઓમાન યેમન

થોડા સમયથી સાઉદી અરેબિયામાં જે સુધારા થયા છે તે મહત્વના અને રસપ્રદ છે.

મહમ્મદ બિન સલમાને શું સુધારા કર્યા?
  • ૩૫ વર્ષથી સિનેમા ઘર પર જે પ્રતિબંધ હતો તે હટાવ્યો અને નવા સિનેમાઘર બનાવવાની  મંજુરી આપી મનોરંજન ક્ષેત્રે સુઘારા કર્યા.
  • સ્ત્રીઓં ને સ્ટેડીયમમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો તે હટાવ્યો અને સ્કુલ અને કોલેજો માં છોકરીઓને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવા માટે મંજુરી આપી.
  • અત્યાર સુધી સાઉદી અરેબિયામાં સ્ત્રીઓંને ગાડી ચલાવવા પર પ્રતિબંધ હતો તે દુર કરાયો.
  • જાહેર જગ્યા પર પુરુષ અને સ્ત્રી સાથે બેસી શકશે.
  • સૌં પ્રથમ મહિલા રોબોટને નાગરિકતા.
  • અમુક પ્રકારના ઉધોગ ફક્ત અરેબિયન લોકો જ કરી શકે.
  •  વિઝન ૨૦૩૦ શરુ કર્યું.
  • મદીનાની નગરપાલિકાનો વહીવટ મહિલાઓને સોપ્યો.
  • ક્રુડ ઓઈલ કંપની અત્યાર સુધી સરકાર હસ્તક હતી તેમાંથી થોડા શેર વેચવા માટે મુક્યા અને તેની આવક માંથી અર્થતંત્રને આધુનિક બનાવવા માટે વિવિધ યોજનાઓ કરી.
અચાનક આટલા બધા સુધારા શા માટે?

  • સાઉદી અરેબિયાની મુખ્ય આવક ક્રુડ ઓઈલ માંથી જ છે તેના સિવાય સાઉદી અરેબિયા પાસે બીજો વિકલ્પ નથી.પરંતુ આજે ક્રુડ ઓઇલના ભાવ વિશ્વની માર્કેટમાં ધીરે ધીરે ઘટવા લાગ્યા છે આને  કારણે સાઉદી અરેબિયા ની આવક માં સતત ઘટાડો થઈ રહ્યો છે.
  • ત્યાના યુવાનોમાં બેરોજગારીનું પ્રમાણ વધવા લાગ્યું છે.  
  • ઔદ્યોગિક ક્ષેત્રે વિશાળકાય નામ ધરાવતું ચીન હવે રશિયા પાસે ક્રુડ ઓઈલ મગાવે છે કારણકે પાઈપ લાઈન દ્વારા આવતું હોવાથી ચીનને તે સસ્તું પડે છે.

મહમદ બિન સલમાન સારી રીતે જાણી ગયા છે કે જો સાઉદી અરેબિયાનું અર્થતંત્ર સ્થાયી રાખવું હોય તો આર્થીક અને સામાજિક ક્ષેત્રે સુધાર કરવા જરૂરી છે.

મહમદ બિન સલમાને આ બધા સુધારા થોડા જ સમયમાં કરી નાખ્યા. આ બધા સુધારા કરતા પહેલા ભ્રષ્ટાચારના કેસ માં મહમદ બિન સલમાને તેના ૧૧ રાજવી ભાઈઓ ને કેદ કર્યા આ રીતે તેને ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવાની કોશિશ કરી પરંતુ જાણકારોનું કહેવું છે કે મહમદ બિન સલમાને આ બધું એટલા માટે કર્યું કે પોતે જે સુધારા કરવાનો હતો તેમાં આગળ જતા તેના ભાઇઓં વચ્ચે સતા માટે ઝગડો ન થાય.


વિશ્વની બજારમાં ક્રુડ ઓઇલનું મહત્વ શા માટે ઘટવા લાગ્યું છે?
  • આજે પેટ્રોલ ડીઝલ વગેરેના વધુ પડતા વપરાશથી પ્રદુષણની સમસ્યા સમગ્ર વિશ્વમાં વધી રહી છે જેને કારણે ગ્લોબલ વોર્મિંગ વાતાવરણમાં અચાનક બદલાવ જેવી પરીસ્થિતિ ઉભી થય છે..આથી વિશ્વના દેશોએ ક્રુડ ઓઈલ ના વપરાશમાં ઘટાડો કરવાની શરૂઆત કરી છે.તેને બદલે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો વાપરવાનું શરુ કર્યું છે. જેમ કે સોંર ઉર્જા ,પવન ઉર્જા , બાયોગેસ પ્લાન્ટ વગેરે.
  • આ ઉપરાંત વીજળી મેળવવા માટે ક્રુડ ઓઈલને બદલે ન્યુક્લિયર પાવર નો ઉપયોગ વધવા લાગ્યો છે.
  • હવે ધણા બધા દેશમાં વીજળીથી  ચાલતા વાહનો પણ આવવા લાગ્યા છે જેથી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટવા લાગ્યો છે.આથી વિશ્વની બજારમાં ક્રુડ ઓઇલનું મહત્વ ઘટવા લાગ્યું છે.


વિઝન ૨૦૩૦ શું છે?
વિઝન ૨૦૩૦ સાઉદી અરેબિયા માં અર્થતંત્રને દરેક ક્ષેત્રે આગળ વધરવા માટે શરુ કરાયેલું એક મીશન છે.તેની અંતર્ગત એક નીઓમ સીટી સ્થાપવામાં આવશે.જે સંપૂર્ણ રીતે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વડે ચાલતું હશે.જેનો ખર્ચ આશરે ૫૦૦ બિલીયન ડોલરની આસપાસ છે.તેમાં મનોરંજન, રોબોટિક, બાયોલોજીકલ, રમતગમત વગેરે ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાઉદી અરેબિયાના અર્થતંત્ર ને આગળ વધારશે.આ ઉપરાંત વિઝોન ૨૦૩૦માં સ્ત્રીઓ ના વિકાસ માટેનો પણ પૂરતા પ્રામાણમાં ખ્યાલ રાખવામાં આવ્યો છે.


આ રીતે મહમદ બિન સલમાન દ્વારા જે સુધારા કરવામાં આવ્યા છે તે વિશ્વના અર્થતંત્ર ને અસરકર્તા છે અને ખાસ કરીને તેને જે સ્ત્રીઓના વિકાસ માટે જે સુધારા કર્યા છે તે ખુબજ પ્રસંશનીય છે.
નિઓમ સીટીનો એનીમેશન દ્વારા બનાવવામાં આવેલો વીડિઓ જોવા માટે અહી કિલક કરો.

multiplegk ની telegram channel માં જોડવા માટે અહી કિલક કરો..

if you have any query you can write in comment box....

clean your area and make your country clean.....jay hind.....

thanks for read this article.......
mukhy:-

Comments

Popular posts from this blog

વર્ગ,વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની ટુકી રીત

National Park, Wildlife Sanctuary,Biosphere Reserve in gujarati

સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ