Scheduled Castes and Tribes (Prevention of Atrocities) Act 1989 in gujarati



નમસ્કાર મિત્રો,


હાલ સમગ્ર દેશમાં SC અને  ST સમુદાય દ્વારા વિરોધ ચાલી રહ્યો છે.કારણ કે સુપ્રીમે કોર્ટે અનુસૂચિત જાતી અને અનુસુચિત જન જાતી અધિનિયમ ૧૯૮૯ માં સુધારા કર્યા છે.તો આજે આપણે આ આર્ટીકલ માં જોશું કે આ અધિનિયમ  શું છે અને સુપ્રીમ કોર્ટે તેમાં શું સુધારા કર્યા છે કે   SC અને  ST ના લોકો વિરોધ કરી રહ્યા છે.

(૧) અધિનિયમ વિશેનો ઇતિહાસ (History of this act)

ઇન્દિરા ગાંધી ના મૃત્યુ પછી રાજીવ ગાંધી ની સરકાર જંગી બહુમત મેળવી ને શાસનમાં આવી. ઇન્દીરા ગાંધી ની સરકાર સમયે પણ અનુસુચિત જાતી અને જનજાતિ સમુદાય ના વિકાસ માટે ઘણાં બધ પગલા  લેવામાં આવ્યા હતા આમ છતાં અનુસુચિત જાતી અને જનજાતિ ના લોકો નો વિકાસ થતો ન હતો અને તેના પર થતા અત્યાચારના કેસો માં વધારો જ થતો હતો. આથી રાજીવ ગાંધી ની સરકારે ૧૯૮૯ સંસદ માં નવો એકટ રજુ કર્યો જેને નામ આપ્યું અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ ) અધીનીયમ,૧૯૮૯.સંસદ માંથી પસાર થયા બાદ રાષ્ટ્રપતિ ની મંજુરી મળી.ત્યાર બાદ ૩૦ જાન્યુઆરી ૧૯૯૦ ના રોજ આ અધિનિયમ જમ્મુ કાશ્મીર ને છોડીને સમગ્ર દેશ માં લાગુ પાડવામાં આવ્યો.અપ્રિલ ૨૦૧૬ માં કેન્દ્ર સરકારે તેમાં  થોડા સુધારા કરીને ૧૪ અપ્રિલ ૨૦૧૬ ના રોજ ફરીથી લાગુ પાડવામાં આવ્યો.

(2) અનુસુચિત જાતી અને જનજાતિ અધિનિયમ શું છે?(what is sc/st act?)

આ અધીનીયમ એવા વ્યક્તિ પર લાગુ પડશે જે અનુસુચિત જાતી અથવા જનજાતિ નો સભ્ય ન હોય.જો કોઈ વ્યક્તિ  SC/STના કોઈ પણ વ્યક્તિ પર અત્યાચાર કરશે તો તેને આ અધિનિયમ અનુસાર સજા કરવામાં આવશે.તેમાં કોઈ વ્યક્તિ એ જો નીચે મુજબ ના કાર્યો કર્યા હશે તો તેના પર આ અધીનીયમ લાગુ પાડવામાં આવશે

  • SC/ST  ના કોઈ સભ્યનો સામાજિક બહિસ્કાર
  • SC/ST જાતી ને કારણે સાથે વ્યવસાય ન કરવો 
  • SC/ST જાતી ના આધાર નોકરી અથવા કામ ન આપવું 
  • SC/ST ના વ્યક્તિ ને  જાહેર જગ્યા એ અપમાનિત કરવો અને સાર્વજનિક જગ્યાએ જતા રોકવો
આ ઉપરાંત પણ   બીજા ધણા બધા કાર્યો નો ઉલ્લેખ આ અધિનિયમમાં   છે.આ ગુના કરનાર ગુનેગારને IPC  મુજબ તો કાર્યવાહી થશે જ આ ઉપરાંત  અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ  અધિનિયમ અંતર્ગત અલગ થી કાર્યવાહી કરવા માં આવશે.આ અધિનિયમ લાગુ પડેલ  હોય તેવા આરોપી ને આગોતરા જમીન પણ ન મળી શકે અને પોલીસ આ અધિનિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ ની સીધી ધરપકડ કરી શકે છે.ધરપકડ કર્યા પછી જામીન નીચલી અદાલત ન આપી શકે ફક્ત હાઈ કોર્ટ જ જામીન આપી શકે.આ સમગ્ર કેસ વિશેષ અદાલત માં જ ચલાવવા માં આવશે જે ફક્ત  અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના કેસ માટે જ બનેલી હોય.


(3) સુપ્રીમ કોર્ટે શું ફેરફાર કર્યા?(changes which are done by supreme court?)

હાલ માં સુપ્રીમે કોર્ટે આ અધિનિયમ માં સુધારા કર્યા છે.જેમાં તેને કહ્યું કે

  • હવેથી આ અધિનિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ ની સીધી ધરપકડ નહિ કરી શકાય પરંતુ તે પહેલા      DSP અથવા SSP સ્તરના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે અને જો તપાસ માં જાણવા મળે કે તે વ્યક્તિ  એ ખરેખર ગુનો કરેલો છે તો જ તેની ધરપકડ કરવામાં આવે અને તેમાં પણ જો તે વ્યક્તિ સરકારી અધિકારી હોય તો તે વિભાગની મંજુરી લેવી જરૂરી છે.
  • નવા સુધારા મુજબ ગુનેગાર ને આગોતરા જામીન મળી શકશે.આગોતરા જમીન આપવા કે નહિ તે માટે નો અધિકાર મેજીસ્ટ્રેટ પાસે રહેશે.
(4) સુપ્રીમ કોર્ટે શા માટે ફેરફાર કર્યા?(why supreme court made changes?)

National Crime Record Bureau(NCRB) ના અહેવાલ મુજબ ૨૦૧૬માં કુલ ૧૧૦૬૦ એવા કેસ નોંધવામાં આવ્યા હતા જે  આ અધિનિયમ અંતર્ગત આવતા હોય.તેમાંથી તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે ૯૩૫ ફરિયાદ ખોટી રીતે કરવામાં આવી હતી.આમ પણ ફરિયાદ લખાવ્યા પછી તરત જ ધરપકડ કરવાના નિયમ ને કરને આ અધિનિયમ વિવાદ માં રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અધિનિયમ ના ખોટા ઉપયોગ થઈ સમાજમાં perpetuating casteism  વધી રહ્યું છે એટલે કે જો કોઈ SC/ST નો વ્યક્તિ બીજા વ્યક્તિ વિરુધ માં ખોટો કેસ કરે તો તે વ્યક્તિ ને SC/ST જાતી પ્રત્યે નફરત થવા લાગે છે જેથી ભારતીય સમાજ માં તેની ખરાબ અસર થાય છે અને બંધારણ ની કીમત જળવાતી નથી.જયારે આ અધીનીયમ નો ઉદેશ્ય એ હતો કે  SC/ST ના લોકો બીજા લોકો સાથે હળીમળી ને રહે.

આ ઉપરાંત મહારાષ્ટ્ર માં એક કેસ બન્યો હતો જેમાં બે  SC/ST ના માણસ ને તેના સુપરવાઈઝર એ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તે બંને વ્યક્તિએ તેની કંપની ના માલિક પાસે જઈને ફરિયાદ કરી પરંતુ માંલીકે કઈ પગલા ન લેતા તે બંને વ્યક્તિ એ તેના માલિક વિરુધ માં અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ અધિનિયમ અંતર્ગત ફરિયાદ લખાવી અને તેની ધરપકડ કરવામાં આવી.અવ ખોટા કેસોને કારણે સુપ્રીમ કોર્ટે આ અધીનીયમ માં સુધારા કર્યા છે તેવું તેમનું કહેવું છે.

(4) SC/STના લોકો શા માટે વિરોધ કરે છે?(why people of SC/ST oppose this changes?) 

 National Crime Record Bureau(NCRB) અહેવાલ અનુસાર ૨૦૧૬ માં નોંધયેલા કેસો માં ફક્ત ૧૫-૧૬ % આરોપી ને જ સજા થઈ છે બાકીના લોકો ને જામીન મળી ગયા હતા એટલે તેમનું કહેવું છે કે આ અધિનિયમ એટલો બધો કારગત નથી નીવડ્યો.આ ઉપરાંત જે ૮૫ % આરોપીને જામીન મળી ગઈ હતી તે બધા નિર્દોષ ન પણ  હોય કારણ કે ક્યારેક પોલીસ ને યોગ્ય પુરાવા પણ ન મળ્યા હોય અથવા મોટા લોકો દ્વારા કેસ ને દબાવવા માં પણ આવ્યો હોય.આ ઉપરાંત ખોટી રીતે ફરીયાદ કરવા માં આવી હોય તેવા કેસ કરતા સાચા કેસ ની સંખ્યા ખુબ જ વધારે પ્રમાણ માં છે.આથી આ અધિનિયમ માં સુધારા કરવા યોગ્ય નથી.આથી SC/ST સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે.

ગુજરાતસરકારે  આ અધિનિયમ અંતર્ગત શું કર્યું એ વાચવા માટે અહી ક્લિક કરો.
official web-site of national crime records bureau http://ncrb.gov.in/

multiplegk ની telegram channel માં જોડવા માટે TELEGRAM માં @multiplegk  search કરો.

આર્ટીકલ વાચવા માટે તમારો આભાર.

તમારી આસપાસ સ્વછતાં રાખી દેશને સ્વચ્છ રાખવામાં તમારો ફાળો આપો..................જય હિન્દ............

Comments

Popular posts from this blog

વર્ગ,વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની ટુકી રીત

National Park, Wildlife Sanctuary,Biosphere Reserve in gujarati

સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ