National Park, Wildlife Sanctuary,Biosphere Reserve in gujarati

આજે ટેકનોલોજીનો યુગ છે.આજનો માનવી કુદરતી સંશાધનોને આઘુનિક ટેક્નોલોજી દ્વારા ઉપયોગ માં લેવા લાગ્યો છે.દિવસે-દિવસે વધતા જતા પ્રદુષણને કારણે કુદરતી સંશાધનોનો નાશ થવા લાગ્યો છે.જેની સાથે તેના પર નભતા પશુ-પક્ષીઓં પણ લુપ્ત થવા લાગ્યા છે.આથી કુદરતી સંશાધનોની જાળવણી માટે તમામ દેશની સરકાર પ્રયત્નો કરી રહી છે.ભારતમાં પણ ઘણાં બધા વર્ષોથી કુદરતી સંશાધનો ની જાળવણી માટેના પગલા લેવાય છે.આ માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉધાનો.વન્ય જીવ અભ્યારણ,સમુદ્રી સંરક્ષિત ક્ષેત્ર વગેરે જેવા સંરક્ષિતક્ષેત્રો બનાવવામાં આવ્યા છે.તો આજે આપણેે આ આર્ટીકલ માં જોશું કે આ સંરક્ષિત ક્ષેત્રો શું છે અને તે બધા વચ્ચેનો તફાવત શું છે......

(1)રાષ્ટીય ઉદ્યાન (National Park):- 

  • રાજ્ય સરકાર દ્વારા વન્ય જીવ સંરક્ષણ કાયદો ૧૯૭૨ મુજબ રાષ્ટીય ઉદ્યાન બનાવવા માં આવે છે.
  • અહી માનવીય પ્રવુતિ, શિકાર,પશુચારણ અને ખેતી વગેરે પર સંપૂર્ણ પ્રતીભંદ હોય છે.
  • રાષ્ટ્રીય ઉધાનો ને IUCN ના નિયમ મુજબ શ્રેણી-૨ મુજબના સંરક્ષણ વિસ્તારો ગણવામાં આવે છે.
  • હાલ ભારતમાં કુલ ૧૦૫ રાષ્ટીય ઉધાનો આવેલા છે.
ગુજરાતમાં કુલ ૪ રાષ્ટીય ઉધાનો આવેલા છે.

  1. ગીર   
  2. કચ્છની ખાડી (મરીન)(1980)     
  3. કાળીયાર વેળાવદર(1976)     
  4. વાસંદા (1974)
  • સૌથી વધુ રાષ્ટીય ઉધાનો મધ્ય પ્રદેશમાં છે.
  • ભારત નું સૌથી મોટું રાષ્ટીય ઉધાન જમ્મુ કાશ્મીર માં કિશ્તવાર નેશનલ પાર્ક છે.
  • ભારતનું સૌથી નાનું રાષ્ટીય ઉધાન અંદાબાર નિકોબારમાં આવેલુ સાઉથ બટન દ્રીપ નેશનલ પાર્ક છે.
  • વિશ્વનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક :- કેઈબુલ-લામજાઓ (મણીપુર)
  • ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉધાન :- જિમ કોર્બેટ નેશનલ પાર્ક.


(2) વન્યજીવ અભ્યારણ(Wildlife Sancturies) :-

  • વન્યજીવ કાયદો 1972 મુજબ જ રાજ્ય સરકાર દ્વારા વન્યજીવ અભ્યારણ બનાવવામાં આવે છે.
  • વન્યજીવ અભ્યારણમાં ખેતી,પશુચારણ વગેરે જેવી અમુક પ્રવુતિની છુટ આપવામાં આવે છે પરંતુ માનવીય વસવાટ માટેની છુટ આપવામાં આવતી નથી. 
  • વન્યજીવ અભ્યારણ ને શ્રેણી ૪ મુજબનો સંરક્ષણ વિસ્તાર ગણવામાં આવે છે.
  • ભારતમાં કુલ 537 વન્યજીવ અભ્યારણ આવેલા છે.
  • અભ્યારણ જરૂર પડ્યે રાષ્ટીય ઉધાનમાં પરિવર્તિત થઈ શકે છે.
ગુજરાતમાં આવેલા અભ્યારણના નામ અને તેના   વિશેની ટુકી માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો.

(3)  જેંવ મંડળ આરક્ષિત  ક્ષેત્રો(Biosphere Reserve Zone) :-

  • UNESCO દ્વારા MAB (Man and biiosphere)  કાર્યક્રમ મુજબ ઈ.સ. 1975 માં બાયોસ્ફીયર રિઝર્વ બનાવવામાં આવ્યા.
  • તેમાં પ્રાણીઓ અને વનસ્પતિ બંનેની જાળવણી કરવામાં આવે છે.તેમાં સ્થલીય અને જલીય એમ બંને વિસ્તારનો  સમાવેશ કરવામાં આવે છે.
  • તેનું નામ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
બાયોસ્ફીયર રીઝર્વને મુખ્યત્વે ત્રણ ક્ષેત્રમાં વિભાજીત કરવામાં આવે છે.

  • કોર ક્ષેત્ર(Cores Area):- અહી સરકારી અધિકારી સિવાય અન્ય કોઈને પ્રવેશ મળતો નથી.આ વિસ્તાર મુખ્યત્વે સંશોધન માટે હોય છે.તેમાં જેંવ વિવિધતાની દ્રષ્ટિ એ અગત્ય ધરાવતા જીવોનો સમાવેશ કરવામાં આવે છે.
  • બફર ક્ષેત્ર(Buffer Area):- કોર ક્ષેત્રની ચારેબાજુ બફર ક્ષેત્ર આવેલું હોય છે.જેમાં શીક્ષણ,માનવીય પુનર્વાસ અને અમુક અંશે પર્યટન ની પણ છુંટ આપવામાં આવે છે.  
  • સંક્રમણ ક્ષેત્ર(Transition Zone):-સૌથી બહારના ભાગ માં સંક્રમણ ક્ષેત્ર આવેલું હોય છે. અહી ઉપરની તમામ પ્રવુતિ કરવાની છુટ આપવામાં આવેલી હોય છે.અહીના નિયમો હળવા હોય છે.
ભારતમાં આવેલા બાયોસ્ફીયરની માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો.

(4) પારીસ્થીતિક સંવેદનશીલ ક્ષેત્ર(Eco Sensitive Zone ESZ):-

  • અભ્યારણ કે રાષ્ટીય ઉદ્યાન જેવા સંરક્ષીત ક્ષેત્રમાં થતા કાર્યોને લીધે તેમાં રહેલી જેંવ વિવિધતાને હાની ન પહોચે એ માટે તેની આસપાસના વિસ્તારને ESZ તરીકે જાહેર કરવામાં આવે છે.
  • વન્યજીવ સંરક્ષણ કાયદો ૨૦૦૨ મુજબ ESZ નો વિસ્તાર આરક્ષિત ક્ષેત્રની આસપાસ 10 KM સુધીનો હોય શકે.
(5) સંરક્ષીત અને અનામત જંગલો(Protected And Reserved Forest):-

  • સરંક્ષીત જંગલોમાં અમુક માનવીય પ્રવુતિની છુટ આપવામાં આવેલી હોય છે જયારે અનામત જંગલોમાં કોઈ પણ પ્રકારની પ્રવુતિની છુટ આપવામાં આવતી નથી.અનામત જંગલો મુખ્યત્વે લુપ્ત થતી પ્રજાતિના રક્ષણ માટે બનાવવામાં આવે છે.
  • તે ભારતીય જંગલ કાયદો ૧૯૨૭ મુજબ બનાવવામાં આવે છે.
(6) સમુદ્રી સંરક્ષિત ક્ષેત્ર(Marine Protected Area):-

  • જે રીતે જમીન પર કુદરતી સંશાધનોની જાળવણી માટે સંરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવે છે તે રીતે સમુદ્રી જીવો ના રક્ષણ માટે સમુદ્રી સંરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવે છે.જેમાં કોઈ પણ માનવીય પ્રવુતિ કરવા દેવામાં આવતી નથી
આ ઉપરાંત પણ પર્યાવરણની જાળવણી માટે સરકાર દ્વારા સામુદાયિક આરક્ષિત ક્ષેત્રો , સરંક્ષણ આરક્ષિત ક્ષેત્રો બનાવવામાં આવે છે પરંતુ તે બહુ મહત્વના ન હોવાથી અહી તેનો ઉલ્લેખ કરેલ નથી.

સરકાર દ્વારા ચલાવવામાં આવતી અગત્યની વેબ સાઈટ જેમાં તમને સરકાર દ્વારા કરવામાં આવતા પ્રાણીઓં અને વનસ્પતી સંરક્ષણ માટેના પગલા અને સંરક્ષિત ક્ષેત્રોનું લીસ્ટ જોવા મળશે:-http://wiienvis.nic.in/ 

multiplegk ની telegram channel માં જોડવા માટે અહી કિલક કરો.

if you have any query you can write in comment box....

clean your area and make your country clean.....jay hind.....

Thank you for read this artical......



Comments

Popular posts from this blog

વર્ગ,વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની ટુકી રીત

સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ