how to scan document in mobile in gujarati


નમસ્કાર મિત્રો,
આજના વિદ્યાર્થીને મોટાભાગનું કામ ઈન્ટરનેટમાં જ થતું હોય છે.આજે લગભગ તમામ પરીક્ષાના ફોર્મઈન્ટરનેટદ્વારા જ 
ભરવામાં આવે છે.સામાન્ય રોતે વિદ્યાર્થી પોતાના ફોર્મ સાયબરકાફે માં જ ભરાવતા હોય છે કારણ કે વિદ્યાર્થી પાસે 
સ્કેનર ન હોવાને કારણે પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકતા નથી.આજે આપણે જોશું કે મોબાઇલ દ્વારા કઈ રીતે 
ડોક્યુમેન્ટ સ્કેન કરી શકાય.
આ માટે સૌં પ્રથમ મોબાઇલ માં camscanner નામની એપ્લીકેશન ઈંસ્ટોલ કરો.ત્યાર પછી તેમાં તમારું એકાઉન્ટ બનાવો.
તમે બે રીતે તમારું એકાઉન્ટ બનાવી શકશો.
(૧) તમે તમારા ઈ મેલ દ્વારા એકાઉન્ટ બનાવશો તો તમારા ઈ મેલ માં એક વેરિફિકેશન માટે લીંક આવશે.તેના પર કલીક
કરવાથી તમારું અકાઉન્ટ સાઈનઅપ થઇ જશે.
(૨) જો તમે તમારા મોબાઇલ નંબર દ્વારા એકાઉન્ટ બનાવશો તો તમારા મોબાઇલ નંબર માં એક OTP આવશે જેના 
દ્વારા તમે એકાઉન્ટ બનાવી શકશો. 

સાઈનઅપ કર્યા પછી તમારા મોબાઇલમાં નીચે મુજબની સ્ક્રીન ખુલશે.જેમાં નીચે જમણી બાજુ રહેલા ગોળ બટન પર
ક્લિક કરી તમે ડોક્યુમેન્ટ સ્કેન કરી શકશો.
સ્કેન થયા પછી તમે તમારા ડોક્યુમેન્ટને જરુતીયાત મુજબ ગોઠવી એડિટ કરી શકો છો.
ડોક્યુમેન્ટ ઉપરાંત તમે તમારું બિઝનેસ કાર્ડ અને ગ્રેટીંગ કાર્ડ પણ બનાવી શકો છો.
તમે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ તમારી મોબાઇલ ફાઈલમાં camscanner નામના ફોલ્ડરમાં PDF માં અથવા જે તે ફોરમેટમાં 
સેવ થઈ જશે.આ એપ્લીકેશનમાં એક વાર એકાઉન્ટ બનાવી લીધા પછી તમેં સ્કેન કરેલા ડોક્યુમેન્ટ તમારા એકાઉન્ટમાં જેમ ના 
તેમ રહેશે.જેથી તમે ગમે તે જગ્યા એ તમારું એકાઉન્ટ ખોલીને તમારા ડોક્યુમેન્ટ સરળતાથી મેળવી શકશો.તમે લેપટોપમાં
પણ camscanner વેબસાઈટમાં તમારું એકાઉન્ટ લોગીન કરીને તમારા ડોક્યુમેન્ટ મેળવી શકો છો.
https://www.camscanner.com/
સ્કેન થયેલા ડોક્યુમેન્ટને અલગ-અલગ એપ્લીકેશનમાં અપલોડ પણ કરી શકો છો.
તમે તમારા ડોક્યુમેન્ટ વિવિધ જગ્યા એ શેર પણ કરી શકો છો.

તમે ગેલેરીમાં રહેલા ફોટાને ઇમ્પોર્ટ કરી PDF ફોરમેટમાં સેવ કરી શકો છો.
તમને પોતાના ડોક્યુમેન્ટ સાચવવા માટે camscanner માં ૨૦૦ MB સુધીની જગ્યા આપશે આ
ઉપરાંત જો તમારે camscannerનો વધુ પ્રમાણ માં ઉપયોગ હોય તો તમે તેનું Premium Account 
અને Business Version પણ ખરીદી શકો છો જેમાં તમને વધારે જગ્યા બીજા ઘણાં પ્રકાર ના ફંકશન જોવા
મળશે.
camsacnner ની play store માટે ની લીક મેળવવા માટે અહી કલીક કરો.
camsacnner ની app store માટે ની લીક મેળવવા માટે અહી કલીક કરો.
બ્લોગ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર
multiplegk ની telegram channel માં જોડવા માટે અહી કિલક કરો.

જો તમારી કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સ માં લખી શકો છો.
તમારી આજુબાજુ સ્વચ્છતા રાખી દેશ ને સ્વચ્છ રાખવામાં તમારું યોગદાન આપો .....જય હિન્દ...

Comments

Popular posts from this blog

વર્ગ,વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની ટુકી રીત

National Park, Wildlife Sanctuary,Biosphere Reserve in gujarati

સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ