નીફા વાયરસ શું છે ? નીફા વાયરસ અંગેની માહિતી......


હાલમાં કેરેલા રાજ્યમાં નીફા વાયરસ ને કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. આજે આપણે આ આર્ટીકલ માં જોશું કે નીફા વાયરસ શું છે? તે કઈ રીતે થાય છે? અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ?

નીફા વાયરસ શું છે ?

WHO (world health organisation) ના અહેવાલ મુજબ નીફા વાયરસએ નવો ઘાતક રોગ છે જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય રહ્યો છે. નિફા વાયરસ સૌં પ્રથમ  ૧૯૯૮ માં મલેશિયા અને સિંગાપુર માં જોવા મળ્યો હતો.નિફા વાયરસએ મનુષ્ય જતી માટે અતિ જીવલેણ રોગ છે.

નિફા વાયરસ કઈ રીતે ફેલાય છે?

નીફ વાયરસ મુખ્યત્વે ભૂંડ (pig) અને ચામાચીડિયા (Bat) દ્વારા ફેલાય છે.ચામાચિડિયું ઝાડ પર રહેલા ફ્રુટને ખાય છે અને તે ફ્રુટ જયારે કોઈ મનુષ્ય દ્વારા ખાવામાં આવે ત્યારે તેનામાં આ વાયરસ પ્રવેશે છે.ફ્રુટની ખેતી કરતા ખેડૂતોમાં આ વાયરસનો ચેપ ઝડપથી ફેલાય છે.આ ઉપરાંત નિફા વાયરસનો ચેપ ધરાવતી વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિના સંપર્કમાં આવે તો પણ તેને આ વાયરસનો ચેપ લાગી શકે છે.

નિફા વાયરસના લક્ષણો :-


  • વધારે તાવ આવવો 
  • ખુબ જ માથું દુખવું 
  • શરીરમાં સુસ્તી આવવી
  • યાદશક્તી ગુમાવવી
  • બીજા દિવસે કોમા માં આવું


 નિફા વાયરસ થી બચવા શું કરવું?

દરેક વ્યક્તિ એ ભૂંડ થઈ બચની રેહવું. આ ઉપરાંત બગળેલા ફ્રુટ ન ખાવા જોઈએ કારણ કે તે ચામાચીડિયા દ્વારા ખવાયેલા હોય શકે છે. નિફા વાયરસ નો ચેપ લાગેલા વ્યક્તિ ના સંપર્ક માં ન આવવું. નિફા વાયરસ નો ચેપ લાગેલા વ્યક્તિ ની સારવાર ખુબ જ સાવચેતી પૂર્વક કરવી જેથી અન્ય લોકો ને તેનો ચેપ નો લાગે.

નિફા વાયરસની સારવાર :-

અત્યાર સુધી નિફા વાયરસ ની કોઈ પણ દવા શોધાયેલ નથી તેમ છતાં રીબાવાયરીન નામ ની દવા કે જે પ્રાણીઓ દ્વારા ફેલાતા વાયરસ સામે લડે છે તે આપવામાં આવે છે પરંતુ તે સંપૂણ રીતે અસરકારક સાબિત થઇ નથી.

સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ની ટેલીગ્રામ ચેનલ માં જોડવા માટે અહી ક્લિક કરો 


If you have any query you can write in comment box....

Clean your area and make your country clean.....jay hind.....

Thanks for read this article.......

Comments

Popular posts from this blog

વર્ગ,વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની ટુકી રીત

National Park, Wildlife Sanctuary,Biosphere Reserve in gujarati

સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ